ધરમપુરનાં બામટીમાં એશિયાનું સૌથી મોટું કેરીબજાર બનશે

Wednesday 09th January 2019 06:23 EST
 

ધરમપુર: ધરમપુરનું કેરી માર્કેટ દેશ-વિદેશમાં ખ્યાતિ પામ્યું છે. ધરમપુર અને આજુબાજુનાં વિસ્તારનાં ખેડૂતો અને કેરીનાં વેપારીઓને સુવિધામુક્ત માર્કેટ મળી રહે એવા ઉદ્દેશ્યથી તાજેતરમાં ધરમપુરનાં બામટી ગામે નવા એપીએસી માર્કેટના ભૂમિપૂજન બાદ ખેડૂતો અને કેરીનાં વેપારી આલમમમાં આનંદો છવાયો છે.
પ્રેઝન્ટેશન બાદ ઝડપી કામગીરી શરૂ થઈ છે. આ કેરી માર્કેટ એશિયાનું સૌથી વિશાળ અને સુવિધાયુક્ત કેરી માર્કેટ બની રહેશે એમ લાગી રહ્યું છે.
છેલ્લા કેટલાક સમયથી દરબારગઢમાં ચાલતા કેરી માર્કેટનાં પગલે ખેડૂતો અને વેપારીઓને ભારેખમ અગવડતા ભોગવવી પડતી હતી. કેટલાક સમયે નગરમાં પણ ટ્રાફિક જામ અને ચોમાસામાં કેરી માર્કેટમાં પ્રવેશ મેળવી નિયત વિનિમય સુધી પહોંચતા ખેડૂતોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો હતો.
પ્રાથમિક સુવિધાનાં અભાવે નગરનાં અને ગ્રામ્ય વિસ્તારનાં ખેડતો અને વેપારીઓ કેરી માર્કેટને અન્ય સ્થળે સ્થળાંતર કરવા મથામણ કરી રહ્યા હતા. ત્યારે નવા એપીએમસી માર્કેટનું ભૂમિપૂજન થતાં જ આગામી વર્ષથી નવું એમપીએમસી માર્કેટ ધરમપુરને મળશે.
અહીં તમામ પ્રકારની સુવિધા’ઓ સાથે તમામ પૂરક જરૂરિયાતો પણ સંતોષાશે. બેન્કોનાં એટીએમ, ગેસ્ટહાઉસ, બેંકની નવી શાખાઓ, વજનકાંટો, કોલ્ડસ્ટોરેજ, પેકેજ હાઉસ, વિશાળ પાર્કિંગ સાથે ૮૦ ફૂટ પહોળી એન્ટ્રી સહિત અંદરનાં આરસીસી વિશાળ રોડને લીધે નવી એમપીએમસી માર્કેટ ખેડૂત અને વેપારીઓ માટે સુખાકારી લાવશે. આ પ્રકારનાં કેરી માર્કેટની ગણના એશિયાનાં માર્કેટમાં નામના પામશે એમ જણાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter