નવસારીમાં NRI ઓછા આવતા બજારમાં મંદીનો માહોલ

Saturday 31st January 2015 06:45 EST
 

દિવાળી પછી વિદેશમાં વસતા ગુજરાતીઓ વતનની મુલાકાતે આવે છે. ખાસ કરીને શુભ પ્રસંગોની સિઝન શરૂ થતી હોવાથી તેમની વતનની મુલાકાત વધી જાય છે. જેને કારણે કારણે સ્થાનિક બજારમાં ઉત્સાહનો માહોલ હોય છે. પરંતુ આ વર્ષે નવસારીના બજારમાં એનઆરઆઇ દ્વારા ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો છે. નવસારીની આસપાસ કાંઠા વિભાગના ઘણા ગામોમાંથી અનેક લોકો વિદેશમાં વસે છે અને તેઓ દિવાળી પછી વતનની મુલાકાત લે ત્યારે નવસારીના બજાર તેજી દેખાતી હોય છે, પરંતુ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ એ તેજીનો માહોલ ખાસ જોવા મળ્યો ન નથી. આ વિસ્તારના ઘણા કોળી પટેલો વિદેશમાં વસે છે. તેઓ લગ્ન કે અન્ય સામાજિક પ્રસંગ માટે વતન આવતા હોય છે. નવસારી જિલ્લામાં આવતા વિદેશમાં રહેતા ગુજરાતીઓ માટે નવસારી મોટું બજાર છે, તેથી મહદઅંશે તેઓ અહીંથી ખરીદી કરતા હોય છે. નવસારીમાં કપડાં, જ્વેલરી તથા બીજી વસ્તુના ઘણાં શો રુમ છે. દિવાળી પછી એ બજારોમાં તેજી જોવા મળતી હોય છે. એક વેપારીના જણાવ્યા પ્રમાણે એનઆરજીને કારણે નવસારીના બજારમાં સારો ધંધો થતો હોય છે, પરંતુ આ વર્ષે નવસારીના બજારમાં એનઆરજીઓની ખાસ ચહલપહલ જોવા મળી નથી! નવસારીના જાણીતા જ્વેલર્સ કહે છે કે, દર વર્ષ કરતાં આ વર્ષે વિદેશમાં વસતા અહીંના વતનીઓને કારણે ૩૭ ટકાનો ધંધો ઓછો થયો છે. કદાચ, એમ લાગે છે કે ગયા વર્ષે પશ્મિના દેશોમાં મંદીનો જે માહોલ હતો, તેને કારણે આ વર્ષે પણ અહીંના વતનીઓએ પરદેશથી આવવાનું ટાળ્યું હોય એમ લાગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter