પર્યાવરણ જાગૃતિ માટે સાઈક્લિંગ સ્પર્ધા યોજાઈ

Wednesday 06th January 2016 09:09 EST
 

 યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઈન્ડિયાના સહયોગથી ગુજરાત રાજ્ય સાયક્લિંગ ફેડરેશન અને નવસારી સાયક્લિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે રવિવારની ખુશનુમા સવારે નવસારીના ઈટાળવા ખાતેથી ગણદેવી સુધી રાજ્ય સાયક્લિંગ સ્પર્ધાને નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈના હસ્તે શરૂ કરાઈ હતી. જેમાં ગુજરાતના અલગ અલગ શહેરોમાં કુલ ૯૮ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
• પાસના બે ઉપવાસીઓની તબિયત લથડીઃ હાર્દિક પટેલ સહિતના આંદોલનકારીઓને જેલમાંથી મુક્તિ માટેની માંગણી સાથે ઉપવાસ પર ઉતરેલા સુરતના ૩૩ વર્ષીય વિજય રામજી માંગુકિયા અને ૨૩ વર્ષીય મહેન્દ્ર વાલજીભાઈ બળધાની તબિયત લથડતાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં, પરંતુ બને જણાં પ્રાથમિક સારવાર લીધા બાદ જતા રહ્યા હતા.
• સુડાનો નક્શો, નવા ગામડાંના સમાવેશ?ઃ સુરત શહેર અને ફરતેના વિસ્તારોમાં આઠ એવા પ્રોજેક્ટો સાકાર થનાર છે કે જેનાથી સુરત શહેરની સિકલ બદલાઈ જશે. સુડાના વિકાસ નક્શામાં આ તમામ આઈકોનિક પ્રોજેક્ટો માટે આયોજન કરવામાં આવશે. સુરતના ઉદ્યોગોને વધુ વિક્સાવી શકાશે, મેટ્રો રેલને નવસારી અને બારડોલી સુધી વિસ્તારવામાં આવશે.
• હવે સુરતથી હૈદ્રાબાદની પણ એર કનેક્ટીવિટીઃ ટ્રુ જેટ દ્વારા સુરતથી હૈદ્રાબાદની ફ્લાઈટ શરૂ કરવા માટે તાજેતરમાં સંમતિ આપવામાં આવી છે. જોકે ફ્લાઈટ શરૂ કરતા પહેલાં કંપનીના અધિકારીઓ દ્વારા સુરત એરપોર્ટની મુલાકાત લેવાશે. આ ઉપરાંત ડીજીસીએ દ્વારા પરવાનગી મળતાં સુરત રન-વે વિસ્તરણની કામગીરી પણ ટૂંક સમયમાં શરૂ કરાશે તેવા સમાચાર છે. નોંધનીય છે કે સેફ્ટી ઈશ્યુના પગલે સુરત એરપોર્ટ રન-વે વિસ્તરણની કામગીરીની મંજૂરી અટકાવી દેવામાં આવી હતી જેની ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા ચકાસણી બાદ પરવાનગી મળી જતાં ટૂંક સમયમાં એર પોર્ટ રન-વેના વિસ્તરણની કામગીરી શરૂ કરાશે.
• આઈટીએ જેલમાં નારાયણ સાંઈની પૂછપરછઃ સાધિકા સાથે દુષ્કર્મ કરવાના ચક્ચારી પ્રકરણમાં જેલવાસ ભોગવી રહેલા નારાયણ સાંઈની ૨૮મી ડિસેમ્બરે આયકર વિભાગે લાજપોર મધ્યસ્થ જેલમાં પિતા-પુત્રના દેશ-વિદેશમાં વ્યાપેલા કાળા નાણાં સંબંધિત પૂછપરછ હાથ ધરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter