પલસાણામાંથી ઈ-સિગારેટનો રૂ. 20 કરોડનો જથ્થો ઝડપાયો

Sunday 11th September 2022 05:15 EDT
 
 

સુરત: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) ડિપાર્ટમેન્ટ દ્વારા મુંદ્રાથી મુંબઈ જઈ રહેલા ટ્રકને પલસાણામાં રોકી કન્ટેનરમાંથી 20 કરોડ રૂપિયાની પ્રતિબંધિત ઇ-સિગરેટ જપ્ત કરવામાં આવી હતી. અને તેની સાથે એક શખ્સની ધરપકડ પણ કરવામાં આવી હતી.
સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ, સુરત ડીઆરઆઈના અધિકારીઓને વિદેશથી આવેલી પ્રતિબંધિત ઇ-સિગારેટનો જંગી જથ્થો વાયા સુરત મુંબઈ મોકલાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે અધિકારીઓએ બીજી સપ્ટેમ્બરે સાંજે પલસાણા રોડ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન મુંદ્રા સેઝથી ટ્રકમાં આવી રહેલા કન્ટેનરને રોકીને અધિકારીઓએ તપાસ કરી હતી. તપાસ દરમિયાન ઈ-સિગારેટના 107 બોક્સ મળી આવ્યા હતા. જેમાં આશરે 85 હજાર નંગ ઈ-સિગારેટ મળી આવી હતી. એક ઈ-સિગારેટની બજાર કિંમત રૂ. 2400છે. હાલ તો ટ્રકને જીઆઈડીસી ખાતે લઈ જવામાં આવ્યો છે અને માલ ખરેખર ક્યાંથી મંગાવવામાં આવ્યો છે, અને કોણે આ આખું કન્સાઇન્મેન્ટ મંગાવ્યું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter