બિટકનેક્ટ કાંડમાં સતીષ કુંભાણી, સુરેશ ગોરસિયા કોર્ટના શરણે

Wednesday 19th June 2019 07:01 EDT
 

સુરતઃ ક્રિપ્ટો કરન્સીના ધંધામાં ભારત સહિત સમગ્ર એશિયામાં માસ્ટર માઇન્ડ કહેવાતા સતીષ કુંભાણીએ ૧૨મીએ સુરત જિલ્લા કોર્ટમાં સરેન્ડર કર્યું હતું.
કરોડો રૂપિયાના બિટકનેક્ટ કોઇન કૌભાંડમાં કુંભાણી સાથે તેની કંપનીનો ડિરેક્ટર સુરેશ ગોરસિયા પણ કોર્ટના શરણે આવ્યો હતો. બંને આરોપીઓ છેલ્લા ૧૧ માસથી પોલીસ સાથે સંતાકુકડી રમતા હતા. એડવોકેટ ઝકી શેખ અને યાહ્યા મુખત્યાર શેખ મારફતે બંનેએ ઇન્ચાર્જ જિલ્લા મુખ્ય ન્યાયધીશ પી. એસ કાલાની કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. આ સાથે જ કોર્ટે બંને આરોપીઓની કસ્ટડી સીઆઇડી ક્રાઇમને સોંપી હતી. જુલાઇ ૨૦૧૮માં દિવ્યેશ દરજી, સતીષ કુંભાણી, ધવલ માવાણી અને સુરેશ ગોરસીયા વિરુદ્ધ સીઆઇડી ક્રાઇમના ચોપડે ગુનો દાખલ થયો હતો. જે પૈકી દરજી અને માવાણીની ધરપકડ વચ્ચે છેલ્લા એક વર્ષથી કુંભાણી અને ગોરસીયા પોલીસથી નાસતા ફરતાં હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter