બુલેટ ટ્રેનના ટ્રેકનો 1 કિમીનો બેઝ નવસારીમાં તૈયાર

Saturday 27th August 2022 06:04 EDT
 
 

અમદાવાદ - મુંબઇ વચ્ચે દોડનારી દેશની સૌપ્રથમ બુલેટ ટ્રેન માટેનું કામકાજ છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત રાજ્યમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ઠેર ઠેર પિલરો ઉભા કરવામાં આવી રહ્યા છે તો ગડર સહિતના કામકાજ માટે અદ્યતન ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેટલાક સ્થળે તો પિલર ઉપર ગડરનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ટ્રેક માટેનો બેઝ બનાવવાની કામગીરી શરૂ થઈ છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે ટ્રેક માટે આવો જ 1 કિલોમીટરનો બેઝ (viaduct) નવસારી જિલ્લાના નસીલપોર ગામે તૈયાર થઈ ગયો છે, જેની જાણકારી આપતી ટ્વીટ ખુદ રેલવેમંત્રી અશ્વની વૈષ્ણવે કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter