મુસ્લિમ મહિલાએ હિન્દુ અનાથ પુત્રીનું કન્યાદાન કર્યું

Wednesday 26th April 2017 07:27 EDT
 
 

કડોદઃ બારડોલી તાલુકાના કડોદ ગામમાં મુસ્લિમ મહિલા નસરીનાબાનુ ફારૂક શેખે હિન્દુ સમાજની પાંચ આદિવાસી બાળાઓને પાંચ વર્ષ અગાઉ દત્તક લીધી હતી. સમયાંતરે યુવતીઓ લગ્ન લાયક થતાં હિન્દુ સમાજમાં યોગ્ય મુરતિયો શોધી તેના ધૂમધામથી લગ્ન કરાવવા તેઓ મહેનત કરતા આવ્યાં છે. ૧૬મી એપ્રિલે કડોદનાં એક મંદિરમાં એક યુવતીના મહિલાએ ધૂમધામથી લગ્ન કરાવ્યાં હતાં.
કડોદ ગામે રહેતા નસરીનાબાનુનાં લગ્ન નવસારી થયાં હતાં. કડોદ તેમનું પિયર હતું. મૂળ ખેતી સાથે જોડાયેલો સાસરાનો પરિવાર સુખી હતો. કડોદ અને તેની આજુબાજુના ગામોમાંથી આદિવાસી સમાજની ૫ બાળકીને તેમણે દત્તક લીધી હતી અને નવસારી પોતાના ઘરે સાસરામાં લઈ ગયાં હતાં.
સગી દીકરીની જેમ ઉછેર
નસરીનાબાનુ શેખ કહે છે કે, કોઈપણ ભેદભાવ વગર તમામ સ્વતંત્રતા સાથે મેં સગી દીકરીની જેમ આ બાળાઓનું ભરણપોષણ કર્યું છે. મારી ચાર દીકરીની જેમ દીકરીનો ઉછેર કર્યો છે. સમયાંતરે તેમને હિન્દુ રીત રિવાજ મુજબ ધૂમધામથી હું સાસરે વિદાય આપું છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter