યુએસ આર્મીના પ્રતિભાશાળી જવાન કશ્યપ ભક્તના મૃત્યુથી વતનમાં શોક

Wednesday 04th October 2017 10:04 EDT
 
 

સુરત: યુએસ આર્મીમાં ફરજ બજાવતા દક્ષિણ ગુજરાતના યુવાન રાજેન્દ્ર ભક્તના મૃત્યુથી વતનમાં વસતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
કામરેજ તાલુકાના ઓરણા ગામના રાજેન્દ્રભાઈ દયારામભાઈ ભક્ત અને તેમના પત્ની શીલાબહેન ઘણા સમયથી અમેરિકામાં સ્થાયી છે. અમેરિકામાં જ ઉછરેલો તેમનો દીકરો કશ્યપ ૧૮ વર્ષની ઉંમરે અમેરિકન લશ્કરમાં જોડાયો હતો. કશ્યપે લશ્કરની ૪ વર્ષની કારકિર્દી દરમિયાન અનેક સિદ્ધિઓ મેળવી હતી. તેણે વર્ષ ૨૦૧૫ ઓક્ટોબરથી જુલાઈ ૨૦૧૬ સુધી કુવૈતમાં લશ્કરી ફરજ બજાવી હતી. ૨૧મી સપ્ટેમ્બરે ૨૧ વર્ષના કશ્યપનું ફરજ દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઓરણાના ભક્ત સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, કશ્યપ ભક્તને અમેરિકન આર્મીમાં ફરજ દરમિયાન આર્મી કોમન ડેસન, આરમી એચ્યુમેન્ટ મેડલ, નેશનલ ડિફેન્સ સર્વિસ મેડલ, ગ્લોબલવોર એન્ડ ડેરેરિઝમ મેડલ, એક્સપો ડીસનરી મેડલ, ગ્લોબલ ડેરેરિઝમ સર્વિસ મેડલ ઉપરાંત આર્મી સર્વિસ ટીબીન અને ઓવરસિઝ સર્વિસ મેડલ એનાયત કરાયાં હતાં.




to the free, weekly Gujarat Samachar email newsletter