યોગગુરુ પ્રદીપજીનો આપઘાતનો પ્રયાસ

Wednesday 05th December 2018 06:07 EST
 
 

સુરતઃ કામરેજ ધોરણ-પારડી ગામે સત્યમ્ યોગ ફાઉન્ડેશનના પ્રણેતા અને યોગગુરુ પ્રદીપ દિલીપ જોટગિયાએ તાજતેરમાં ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આપઘાતની કોશિશ પાછળ રૂ. બે કરોડની જમીનનો મામલો જવાબદાર હોવાનું તેમની નવ પાનાંની સુસાઈટ નોટમાં જણાવ્યું હતું.
રૂ. બે કરોડની જમીનમાંથી રૂ. એક કરોડ સાધકોએ દાનમાં આપ્યા અને બીજા રૂ. એક કરોડ સાધકો પાસેથી યોગગુરુ પ્રદીપજીએ ઉછીના લઈને ચાર મહિનામાં પાછા આપવાનો વાયદો કર્યો હતો. આ જમીનનો દસ્તાવેજ પણ સંસ્થાના નામે નહીં, પણ યોગગુરુના નામે હતો. આ કારણે છેલ્લા કેટલાક સમયથી સાધકો અને પ્રદીપજી વચ્ચે વિવાદ ચાલ્યો હતો. જેને લઈને યોગગુરુએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓને સારવાર મળતાં તેમનો બચાવ થયો હતો. સુસાઈટ નોટમાં કેટલાકના નામ હતા તેમની સામે પોલીસ કાર્યવાહી ચાલી રહી છે.
કોની સામે કાર્યવાહી?
• વલ્લભ ચોથાણી • સુરેશ સંઘાણી • પાર્થ પરોબીયા
• મનસુખ અજુડિયા • રાજુ જાસોલિયા • અકાશા માણિયા • હર્ષ માણિયા •જયેશ ગલાણી • જીજ્ઞેશ વાઘાણી
• અરવિંદ અવૈયા • માઇકલ ઉર્ફે મહેશ વાઘાણી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter