વસંત ગજેરાની સંસ્થાને રૂ. ૨૭ કરોડનો દંડ

Monday 30th March 2015 08:07 EDT
 

સુરતઃ શહેરમાં સૌરાષ્ટ્રવાસીઓમાં અગ્રણી ગણાતા વસંતભાઇ ગજેરાની સંસ્થાને આકરો દંડ ભરવાનો વારો આવ્યો છે. કામરેજની આદિવાસીની જગ્યા ‘શ્રીમતી શાંતાબહેન હરિભાઈ ગજેરા’ને તબદીલ થતા કામરેજ પ્રાંતે રૂ.૨૭.૭૩ કરોડનો દંડ ફટકાર્યો છે. ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ કલમ ૭૩ (એએ) હેઠળ આદિવાસી સંવર્ગની સત્તા પ્રકારની જમીન ખરીદવા જતા બિનઆદિવાસી વ્યક્તિઓ સામે ઝડપથી કેસ શરૂ થયા છે. દોઢેક વર્ષ પહેલાં ભરથાણાના વગદાર રાજુ ગીજુ પરિવારને આદિવાસની જમીન પચાવી પાડવા બદલ રૂ. ત્રણ કરોડનો દંડ અને પોલીસે ચોપડે આરોપી બનવું પડ્યું હતું. આ કેસ પછી ૭૩ (એએ)વાળી કામરેજના ખોલવડની ૨૨૯૫૧ ચોરસમીટર જમીન મુદે્ વસંતભાઇના ટ્રસ્ટને રૂ. ૨૭.૫૪ કરોડનો આકરો દંડ થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter