વાહન ખરીદીમાં સુરતીઓ મોખરેઃ

Friday 27th March 2015 06:24 EDT
 

વાપી તાલુકા પંચાયતનું પુરાંતવાળું બજેટ મંજૂરઃ વાપી તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા તાલુકા પંચાયતના પ્રમુખ કેતન પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં વર્ષ ૨૦૧૫-૧૬ નું અંદાજપત્ર રજૂ થયું હતું. સ્વભંડોળ અને સરકારી યોજના થકી તાલુકા પંચાયતનું પહેલું બજેટ રૂ. ૨૭,૭૨,૮૪,૫૦૦ મંજૂર થયું હતું. આ બજેટમાં પુરાંત રૂ. ૫.૬૭ લાખ દર્શાવાયી છે. જયારે રૂ. ૨૭,૬૭,૧૪,૭૦૦ના ખર્ચની જોગવાઇ પણ કરવામાં આવી છે.

વાપી નગરપાલિકાનાં ઉપપ્રમુખ લાંચ લેતા પકડાયાઃ વાપી નગરપાલિકામાં કચ્છી બિલ્ડરની લો રાઇઝ બિલ્ડિંગની ફાઇલ પાસ કરાવવા વહેવાર પેટે રૂ. ૭.૫૦ લાખની લાંચ લેતા પાલિકાના ઉપપ્રમુખ ઇશ્વરભાઈ પટેલ ગત સપ્તાહે એન્ટી કરપ્શન બ્યૂરોના છટકામાં ઝડપાયા હતા. ભાજપના શાસિત પાલિકામાં પાર્ટીના ઉપપ્રમુખ આટલી મોટી લાંચ લેતા ઝડપાયા હોય તેવી દક્ષિણ ગુજરાતની આ પ્રથમ ઘટના છે. આ બનાવને પગલે વાપી પંથકમાં ભારે ચર્ચા ચાલી હતી. સૂત્રો કહે છે કે, વાપીના કચ્છી બિલ્ડર અશોક તુલસીદાસ ભાનુશાલીએ વાપીના કોળીવાડ સહારા માર્કેટ પાસે લો રાઇઝ આ બિલ્ડિંગ બનાવવા માટે પાલિકામાં પ્લાન પાસ કરાવવા ફાઇલ મૂકી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter