સુરતના દિવ્યાંગ પાનવાળા પર ફિલિપાઇન્સની યુવતીનું દિલ કુરબાન

Wednesday 09th November 2022 05:25 EST
 
 

સુરત: હીરાનગરીના દિવ્યાંગ પાનવાળા પર ફિલિપાઇન્સની યુવતીનું દિલ આવી ગયું. સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા પ્રેમમાં પરિવર્તી અને હવે ટૂંક સમયમાં તેઓ લગ્નબંધને બંધાશે. દક્ષિણ ગુજરાતના દિવ્યાંગ યુવકના પ્રેમમાં પડેલી ફિલિપાઇન્સની યુવતી લગ્ન માટે સુરત પહોંચી છે.
જન્મથી બંને પગથી દિવ્યાંગ કલ્પેશભાઈની ઉંમર 43 વર્ષ છે. 2017માં ફેસબુક પર તેમને રેબેકા ફાયોની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી અને બંને વચ્ચે મિત્રતા થઈ હતી. રેબેકાના વર્ષો પહેલા લગ્ન થયા હતાં. બાદમાં તેના પતિનું અકસ્માતમાં મોત થયું હતું. તેને સંતાનમાં સાત વર્ષનો એક દીકરો છે. પરિવારમાં ત્રણ ભાઈ છે. તમામે રેબેકાને કલ્પેશ સાથે લગ્નની મંજૂરી આપી દીધી છે. અને તેઓ પણ લગ્નમાં હાજરી આપવા સુરત પહોંચશે. તો બીજી તરફ, કલ્પેશનો પરિવાર પણ વિદેશી વહુને સ્વીકારવા તૈયાર છે.
ભાષા સમજવા ટ્રાન્સલેટર એપ
કલ્પેશભાઇ કહે છે કે મને ફિલિપાઇન્સની ભાષા તો છોડો, અંગ્રેજી પણ નહોતું આવડતું. અને રેબેકાના મેસેજ કાયમ અંગ્રેજીમાં આવે. આથી થોડા દિવસો તો મિત્રો સાથે કે ગ્રાહકો પાસે વંચાવીને મારી સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરતો હતો.
જોકે હવે હું ટ્રાન્સલેટર એપની મદદથી મેસેજ વાંચતા અને લખતા અને તેના જવાબો આપતા શીખી ગયો છું. બસ ત્યારથી ટ્રાન્સલેટર એપના સહારે અમારું કામ ચાલ્યું જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter