સુરતના બે યુવાનો ISમાં જોડાયાનો દાવો

Monday 03rd August 2015 09:08 EDT
 
 

સુરત-દિલ્હીઃ સમગ્ર વિશ્વને આતંકી પ્રવૃત્તિથી બાનમાં લેનારા ઈસ્લામિક સ્ટેટે (IS) હવે ભારતમાં પોતાની જાળ બિછાવી છે. ISના વડા અબુ બક્ર અલ બગદાદી ઈચ્છે છે કે, હવે ભારતમાં પણ આઈએસનું નેટવર્ક સક્રિય થાય. ‘મેલ ટુડે’ નામના એક અંગ્રેજી સમાચાર પત્રના જણાવ્યા મુજબ, આઈએસના કમાન્ડરોએ ભારત સહિત અન્ય કેટલાક દેશોમાં યુવાનોને વિવિધ રીતે લલચાવીને આતંકવાદી બનાવવાની કવાયત શરૂ કરી છે.

ગત વર્ષે જ ઈન્ટેલિજન્સ એજન્સીઓએ કુલ ૧૭ યુવાનોની અટકાયત કરી હતી, જે તુર્કીથી સીરિયા પહોંચીને આઈએસમાં જોડાવવાના હતા. તેમનો મુખ્ય હેતુ આઈએસ પાસે તાલીમ લઈને વતનમાં આતંકી પ્રવૃત્તિ કરવાનો હતો.

આ ૧૭ લોકોમાં સામેલ હૈદરાબાદના એક યુવાને આ સમાચાર પત્રને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે, ભારતમાં ISના બે સંચાલક ગુજરાતના સુરતના રહેવાસી છે. આ ઉપરાંત સાઉદી અરેબિયા અને અફઘાનિસ્તાનમાં રહેતા કેટલાક ભારતીયો પણ આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. આ લોકો પણ અન્ય આ યુવાનના જણાવ્યા મુજબ, ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકી સુલતાન અરમર શાહનું પણ આઈએસ વતી લડતાં જ મોત થયું હતું. આઈએસ ઈન્ટરનેટની મદદથી જ યુવાનો સુધી પહોંચે છે. યુવાનો તેમની વાતમાં આવે એ પછી તેમની સીરિયા જવાની વ્યવસ્થા થાય છે. મને પણ આઈએસ દ્વારા દુબઈથી રૂ. ૫૩ હજાર અને યુકેથી રૂ. એક લાખ મોકલાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter