સુરતના વેપારીઓ પર પોલીસનું દમનઃ વેપારીઓમાં રોષ

Wednesday 05th July 2017 09:19 EDT
 
 

સુરત: જીએસટી હટાવોની માગ કરી રહેલા કાપડ વેપારીઓ દ્વારા ૩ જુલાઈથી અચોક્કસ મુદત માટે કાપડ માર્કેટ બંધનું એલાન આપ્યું હતું. જે મુજબ જ ૩ જુલાઈને સોમવારે સવારથી શહેરની તમામ કાપડ માર્કેટો સ્વૈચ્છિક રીતે બંધ રહી હતી. અને વેપારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવાયો હતો. દરમિયાન એકઠા થયેલા વેપારીઓ પર અચાનક તૂટી પડેલી પોલીસે કરેલા લાઠીચાર્જને કારણે વાતાવરણ તંગ બની ગયું હતું. જેમાં ફોસ્ટાના માજી પ્રમુખ અમૃતસિંહને પણ સીડી પરથી ફેંકી દઈ દંડાવાળી કરાતા વેપારીઓમાં રોષ ફેલાયો હતો અને પોલીસ સામે પગલાં ભરવાની માગ કરવામાં આવી હતી.
૩ જુલાઈ અચોક્કસ મુદત માટે બંધનું એલાન મુજબ સોમવારે શહેરની મોટાભાગની માર્કેટના વેપારીઓ દુકાનો બંધ રાખી વિરોધ નોધાવ્યો હતો. શહેરની તમામ ૧૪૦ કાપડ માર્કેટની ૬૫,૦૦૦ દુકાનો સ્વયંભૂ બંધ રહી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter