સુરતમાં આગામી ૮ માસમાં હીરા બુર્સ બનશેઃ રૂ. ૨.૫૦ લાખ કરોડના હીરાનો વેપાર

Monday 04th January 2021 04:52 EST
 

સુરત: રૂ. ૨૬૦૦ કરોડના ખર્ચે ખજોદ ખાતે આકાર લઈ રહેલા સુરત ડાયમંડ બુર્સના ૧૧ માળના ૯ ટાવર સુરતમાં તૈયાર થઈ ચૂક્યા છે. ૨૦૨૧ના ૮ માસમાં બાંધકામ પૂર્ણ થઈ જાય અને સપ્ટેમ્બર માસ સુધીમાં બુર્સ કાર્યરત થાય તેવી સંભાવના છે. સુરત ડાયમંડ બુર્સના મથુર સવાણી જણાવે છે કે, ઇન્ટરનેશનલ રફ માઇનિંગ કંપનીઓની ઓફિસ શરૂ થતાં રફનું ટ્રેડિંગ પ્રથમ વખત થશે. ૪૨૦૦થી વધુ ઓફિસો ધરાવતાં બુર્સમાં ટ્રેડિંગને લગતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે જ્યારે અંદાજે ૧ થી ૧.૫૦ લાખ લોકોને રોજગારી મળવાની સાથે ડાયમંડ ઈન્ડસ્ટ્રિઝનો વેપાર ૨થી ૨.૫ લાખ કરોડનો થાય તેવું અનુમાન છે. આવનારા ૩ માસમાં ઓફિસ ધારકોને ફર્નિચર સહિતની કામગીરી માટે ઓફિસનું એલોટમેન્ટ કરાશે.

ડાયમંડ બુર્સની ખાસિયતો

• પંચતત્ત્વ થિમ પર બનેલા બુર્સમાં સોલાર પેનલ, ટ્રીટેડ વોટર પ્લાન્ટ તેમજ કોઇ પણ ગેટથી ઓફિસમાં ૫ મિનિટમાં પહોંચી શકાય તેવી ડિઝાઈન

• ઈલેક્ટ્રીસિટીની સમસ્યા નહીં થાય તે માટે બઝ બાર ટ્રેડ ગોઠવાયું છે. જે ગિફ્ટ સિટીની GERCની ઓફિસ બાદ રાજ્યમાં બીજું છે.

• હીરાની તિજોરીઓ ખસેડતાં ફ્લોરિંગને નુક્સાન ન થાય તે માટે ૧૬ એમએમની ટાઈલ્સની સાથે ડેસ્ટિનેશનલ કંટ્રોલ લિફ્ટ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter