સુરતમાં રેમડેસિવિર ઈંજેક્શનની ખાલી શીશીમાં પાણી ભરી વેંચતો ગઠિયો ઝડપાયો

Friday 30th April 2021 05:30 EDT
 
 

સુરતઃ કોરોના મહામારીમાં દર્દીઓની મજબુરીને અમુક તત્વોએ પૈસા કમાવવાનું સાધન બનાવ્યું છે. હદ તો ત્યારે થઇ કે એક ગઠિયાએ રેમડેસિવિરની ખાલી બોટલમાં પાણી ભરી વેંચવાનો પ્રયાસ કર્યો અને ઝડપાઈ જતા લોકોએ પોલીસ હવાલે કર્યો.
સુરતમાં કોરોના હદજનક રીતે ફેલાયો છે. દર્દીઓની સંખ્યા પણ દીન-પ્રતિદીન વધી રહી છે. કોરોના દર્દીઓમાટે સંજીવની રૂપ રેમડેસિવિરની સંગ્રહાખોરી અને કાળાબજાર પણ થઈ રહ્યું છે હદ તો ત્યારે થઈ કે અમુક લેભાગુ તત્વો રેમડેસિવિરની ખાલી બોટલમાં પાણી ભરી વેંચી રહ્યા છે અને કોરોના દર્દીઓની જિંદગી સાથે ચેડા કરી રહ્યા છે. સુરતમાં જિગ્નેસ નામના યુવકનો ભાઈ કોરોના પોઝિટિવ થતા તેને હોસ્પિટલમાં એડમિટ કરાયો. તેનું ઓક્સિજન લેવલ ઘટીને ૮૦ થી ૮૫ પર આવતા તેને રેમડેસિવિરની જરૂર પડી. હોસ્પિટલમાં રેમડેસિવિરનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ના હોય દર્દીનો ભાઈ જિગ્નેસ રેમડેસિવિર ખોજવા નિકળ્યો ત્યારે તેનો ભેટ એક ઠગથી થયો જે ૭૦૦૦માં રેમડેસિવિર આપવા તૈયાર થયો. તેણે જિગ્નેસને રૂપિયા સાથે અઠવા ગેટ વિનિતા વિશ્રામ પાસે મળવાનું કહ્યું. જિગ્નેસ વિનિતા વિશ્રામ પાસે પહોંચ્યો તો એક કારમાં આવેલા યુવકે જિગ્નેસ પાસેથી પૈસા લઈ રેમડેસિવિરની બોટલ આપી. જિગ્નેસે જોયું તો એ બોટલની એક્સપાયરી ડેટ સાથે છેડછાડ કરવામાં આવી હતી. વધુ તપાસ કરતા એ બોટલમાં દવા નહીં પણ ઈન્જેક્શન ભરેલું હોવાનું સામે આવ્યું. બાદમાં જિગ્નેસ અને અન્ય લોકોએ પોલીસ બોલાવી એ ઠગને પોલીસ હવાલે કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter