સુરતમાં લવ જેહાદના વધુ પાંચ કિસ્સા: પ્રેમી હિન્દુ બને તો જ લગ્નની શરત મૂકી

Wednesday 08th May 2019 06:38 EDT
 

સુરત: કતારગામમાં પહેલી મેએ લવ જેહાદનો મામલો સામે આવ્યો હતો. જેનો અહેવાલ અખબારમાં પ્રકાશિત થયો હતો. જેને પગલે શહેર-જિલ્લાઓમાં વધુ પાંચ લવ જેહાદના મામલાઓ સામે આવ્યા છે. જેમાં સૈયદપુરાની હિન્દુ યુવતીએ એફિડેવિટ કરીને શરત મૂકી કે, ‘પ્રેમી હિન્દુ ધર્મ અપનાવે અને નોનવેજથી પોતાને દૂર રાખે તો હું લગ્ન કરવા તૈયાર છું. જો કે યુવતીએ શરત મુકતા મુસ્લિમ પ્રેમીએ હાથ ઊંચા કરી નાંખ્યા હતા. આ ઉપરાંત બીજા ૪ કિસ્સા સપાટી પર આવ્યા છે. બારડોલીની કોલેજમાં ભણતી વિદ્યાર્થીનીને કોલેજના મુસ્લિમ યુવક પ્રેમમાં ફસાવી લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. અડાજણમાં રહેતી સિંધી પરિવારની ૨૩ વર્ષની યુવતીને પણ આવી જ રીતે મુસ્લિમ યુવકે પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો.
પુણા વિસ્તારમાં મુસ્લિમ પરણિતે ૨૮ વર્ષની હિન્દુ પરણિતાને પ્રેમજાળમાં ફસાવી હતી.
મહારાષ્ટ્રના જલગાંવની ૨૧ વર્ષની ઉચ્ચ અભ્યાસ કરેલી યુવતીને જલગાંવનો મુસ્લિમ યુવક ભગાડીને સુરત સલાબતપુરા લાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter