સુરતમાં હીરાની પેઢીનું રૂ. ૪૦૦ કરોડમાં ઉઠમણું

Friday 19th June 2015 05:51 EDT
 

સુરતમાં ડાયમંડ મેન્યુફેકચરીંગનું કામ કરતી એક બહુ મોટી પેઢી રૂ. ૪૦૦ કરોડમાં કાચી પડી હોવાનું બહાર આવતાં હીરાઉદ્યોગમાં ભારે ખળભળાટ મચ્યો છે. સ્થાનિક વેપારીઓ અને વિદેશી બેંકોની મળી રૂ. ૪૦૦ કરોડની રકમમાં ૫૦ ટકા રકમ તો ફક્ત બેંકોની છે. જોકે, મિલ્કતો, જમીન અને સ્ટોક વગેરે વેચીને ૮૫ ટકા રકમ ચૂકવાઇ ગયાની ચર્ચા છે.

સૂત્રો કહે છે કે, કતારગામમાં મેન્યુફેકચરીંગ એકમ ધરાવતી ગોધાણી જેમ્સ નામની પેઢીએ શક્ય હોય ત્યાં સુધી સંપૂર્ણ રકમ લેણદારોને ચૂકવવાની તૈયારી દાખવી છે. બેલ્જિયમસ્થિત બેંકોમાંથી રૂ. ૨૦૦ કરોડથી વધુનાં ધીરાણમાં એ બેંકોને રકમ ચૂકવી આપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter