૧૦૦ બ્રિજ પૂરાં કરવામાં સુરત રાજ્યમાં પ્રથમ

Thursday 06th October 2016 07:54 EDT
 
 

સુરતઃ મુંબઇ સુરત મેઇન રેલવે લાઇન પર ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે લેવલ ક્રોસિંગ નંબર ૧૪૩ પર રૂ. ૩૪ કરોડના ખર્ચે રેલવે ઓવર બ્રિજ તૈયાર થતા સુરત શહેરમાં પુલોની સંખ્યા ૧૦૦ને પાર કરી ગઇ છે. એક જ શહેરમાં ૧૦૦ પુલ હોય તેવું સુરત રાજ્યનું પહેલું શહેર છે. અમદાવાદ કે વડોદરા જેવા મહાનગરોમાં પણ ૧૦૦ બ્રિજ નથી.

આજે સુરતમાં રિવર બ્રિજ, ફ્લાય ઓવર બ્રિજ, રેલવે ઓવર બ્રિજ અને ખાડી બ્રિજની કુલ સંખ્યા ૧૦૦ને પાર કરી ગઇ છે. ૧૦૦ બ્રિજ પાછળ પાલિકાએ અત્યાર સુધીમાં રૂ. ૧૩૦૨ કરોડનો ખર્ચ કર્યો છે. શહેરમાં અત્યારે ૧૦ રિવર બ્રિજ, ૫૮ ખાડી બ્રિજ, ૨૩ ફ્લાય ઓવર બ્રિજ, આઠ રેલવે ઓવર બ્રિજ અને એક સબ વેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત હાલમાં અલગ અલગ વિસ્તારમાં કુલ ૧૫ બ્રિજના કામો ચાલી રહ્યા છે. આ પ્રોજેકટ પૂરાં થતા સુરતમાં પુલોની સંખ્યા ૧૧૫ પર પહોંચશે. અત્યારે રૂ.૭૮૮ કરોડના ખર્ચે ૧૫ પુલનું નિર્માણ થઇ રહ્યું છે. સુરત મહાનગરપાલકાએ તૈયાર કરેલા ૧૦ તાપી પુલ પાછળ કુલ રૂ. ૩૫૧ કરોડનો ખર્ચ થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter