૫૦ વર્ષથી દરિયો ખેડીને મતદાન કરવા જતા આલિયાબેટના મતદારો

Wednesday 24th April 2019 07:47 EDT
 

અંકલેશ્વરઃ હાંસોટ નજીક અરબ સાગર અને નર્મદા નદીના મિલન સ્થળ પર આવેલાં આલિયાબેટમાં મતદાન મથકની સુવિધા ન હોવાથી છેલ્લા ૫૦ વર્ષથી ૨૫૦ જેટલા મતદારો નાવડીમાં ૧૫ કિમીનું અંતર કાપીને વાગરાના કલાદરા ગામે મતદાન કરે છે.
આલિયાબેટ જમીન માર્ગે હાંસોટ સાથે જોડાયેલો છે પણ મત આપવા કલાદરા જવું પડે છે. આ વિસ્તારમાં ઉમેદવારના બદલે માત્ર પાર્ટીના નિશાનને જોઈને જ મત આપે છે. ઉલ્લેખનીય છે કે સાસણ ગીરમાં બાણેજમાં એક મહંત માટે મતદાન બૂથ છે. આલિયાબેટમાં મતદારોની સંખ્યા ૨૫૦ પર પહોંચી છે. મતદાન મથક માટે રહીશો પાંચ વર્ષથી રજૂઆત કરે છે
ભરતીના પાણી ઉતરે તો...
અંતર ૧૫ કિમી છે. સવારે ૧૦ વાગ્યા પછી ભરતીના પાણી ઉતરી જતાં બોટ ચાલી શકે તેવી સ્થિતિ રહેતી નથી. મત આપીને પાછું આવવું હોય તો સાંજે ૫ વાગ્યે ફરી ભરતી આવે તેની રાહ જોવી પડે અથવા ૮૦ કિમી જેટલો ફેરો પડે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter