‘મૃતકનો ચહેરો જોઈ સ્વજનોનું હૈયાફાટ આક્રંદ અમને પણ ધ્રુજાવી દે

Wednesday 28th April 2021 05:28 EDT
 

સુરતઃ કોરોનાના કપરા સમયમાં શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓ કોરોનાથી મોતને ભેટેલા કમભાગી દર્દીઓના મૃતદેહોને પેક કરવાની અને સોંપવાની કામગીરી કરી તો રહ્યા છે, પરંતુ તેમની અંદરની સંવેદના પણ આંસુ સારતી હોય છે. કોઈકના પિતા કોઈકની માતા કે ભાઈ-બહેનના મૃતદેહને પેક કરતી વેળાએ એમનું હૈયું હચમચી ઉઠે છે. સિવિલ હોસ્પિટલમાં કોવિડ ગાઈડલાઈન મુજબ મૃતદેહોનું પેકીંગ કરવાની જવાબદારી ૩૪ જેટલા કર્મચાચરીઓ નિભાવે છે. આ પૈકીના ત્રણ કર્મચારીઓએ પોતાની સંવેદના કહી હતી. અંતિમ દર્શન માટે વલખાં મારતા પરિવારજનોનો કલ્પાંત અમારી સંવેદનાને પણ હચમચાવી નાંખે છે, પરંતુ કાળજા પર પથ્થર મૂકવો પડે છે. મોતનો આંકડો વધતાં મૃતદેહ પેકિંગની કામગીરી કરતાં કરતાં અમે થાકી જઈએ છીએ, પરંતુ એક પછી એક મૃતદેહના પેકિંગ માટેની સૂચનાઓ આવતી જ રહે છે.’
ઘરે કહ્યું છે..વાપસ આયા તો તુમ્હારા, નહીં તો ખુદા કા’
વર્ષોથી બિનવારસી મૃતકોના અંતિમવિધિ કરતા મુસ્તાક શેખ કહે છે કે અહીં નોકરીમાં જોડાયો તે દિવસથી જ પત્ની અને ત્રણેય બાળકોને કહી દીધું છે, ‘વાપસ ઘર આયા તો તુમ્હારા, નહીં તો ખુદા કા’.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter