‘સાયમન ગો બેક’: સુરતમાં યાદગાર પતંગ સંગ્રહનું પ્રદર્શન

Wednesday 17th January 2018 06:20 EST
 
 

સુરતઃ લખનઉના માલા શ્રીવાસ્તવ તથા તેમના પરિવારે સુરતના પતંગ મહોત્સવમાં આશરે ૧૮૯૯થી ૧૯૬૦ સુધીના કલેક્શનના પતંગો ડિસ્પ્લેમાં મૂક્યા હતા. તેમાં અંગ્રેજ શાસન સામે લડાઈમાં ઉડાડાયેલો ‘સાયમન ગો બેક’ લખેલો પતંગ મુકાયો હતો. લખનઉના આ પરિવાર દ્વારા સંગ્રહાયેલા પતંગોને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં પણ સ્થાન મળ્યું છે.
પરિવારના સભ્યોએ કહ્યું કે, આ પતંગ વર્ષો જૂના હોવાથી તેને કાપડ પર ડિસ્પ્લે કરવું જોખમી છે. વર્ષો જૂના પતંગની સાચવણી માટે અને ઉધઈ કે અન્ય કોઈ વસ્તુથી નુકસાન ન થાય તે માટે તેની ખાસ પ્રોસેસ કરાય છે. જો કાપડ પર ડિસ્પ્લે હોય તો તેને નુકસાન થઈ શકે છે તેથી વીસ જ પતંગો મૂક્યા છે. ‘સાયમન ગો બેક’ લખેલો પતંગ દર્શાવતાં કહ્યું કે આ ઉપરાંત અમારી પાસે ૧૮૯૯થી ૧૯૬૦ સુધીના પતંગો છે. જોકે, પ્રદર્શન માટે કાપડને બદલે પ્લાય કે અન્ય નક્કર અને વધુ મોટી જગ્યા મળી હોત તો તેઓ વધુમાં વધુ પતંગનો ડિસ્પ્લે કરી શકત તેવું તેમણે જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter