• હવાલાના ૫૦.૭૦ લાખ રોકડા સાથે બે પકડાયા

Wednesday 19th October 2016 08:07 EDT
 

ભરૂચ એસ.ઓ.જી.એ બાતમીના આધારે ૧૪મી ઓક્ટોબરે ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં હવાલાના નાણા બાઈક પર લઈને જતાં કંથારિયાના યુસુફ સુરતી અને યાહ્યા અનવર ખાનને ઝડપી ૫૦,૭૦,૦૦૦ની કરન્સી સહિત ૫૧,૨૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
• સસ્પેન્ડેડ જમાદારની રૂ. એક કરોડની સંપત્તિઃ લઠ્ઠાકાંડ બાદ ભીંસમાં લેવાયેલાં સુરત રૂરલના ASI પ્રકાશ પાટીલની આવક ૨૮૪ ગણી વધુ મળી આવતા તેમના પર અપ્રમાણસર આવકનો કેસ કરવામાં આવ્યો હતો. ૧૪મી ઓક્ટોબરે વધુ તપાસ દરમિયાન પ્રકાશ પાટીલને ત્યાં સર્વે દરમિયાન કિંમતી દાગીના સહિત રૂ. એક કરોડની જંગમ મિલકતો મળી આવી હતી.
• ચીની ફેબ્રિક્સ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટીઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશન ફોસ્ટા અને સાંસદોની રજૂઆતને પગલે ટેક્સ્ટાઈલ કમિશનર ડો. કવિતા ગુપ્તાએ ચીનની આયાત અને ભારતમાં બનતા પોલિએસ્ટર, નાયલોન અને વિસ્કોસ મિક્સ ફેબ્રિક્સ પર એન્ટી ડમ્પિંગ નાખવા કેન્દ્રિય નાણા મંત્રાલય અને વાણિજ્ય મંત્રાલયને ભલામણ કરી હોવાની જાહેરાત કરાઈ છે.
• ભરૂચમાં ૪૦ કિલોમીટર લાંબો ટ્રાફિક જામઃ ભરૂચની હદમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર તાજેતરમાં બે દિવસ સુધી સરદારબ્રિજથી ધામરોડ સુધી ૪૦ કિમી સુધી વાહનોના પૈંડા થંભી ગયાં હતાં. હાઇવે પર ટ્રાફિક જામ હોવાથી ફોર વ્હીલ વાહનો જૂના નેશનલ હાઇવે પર ડાયવર્ટ થતાં જૂનો નેશનલ હાઇવે ઠપ્પ થઈ ગયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter