વડોદરાઃ સાઉથ સુદાનથી આશાંતિની પરિસ્થિતિમાંથી ભારતની ૧૫૬ સહિત ગુજરાતની ૧૨ વ્યક્તિને પરત લવાઈ છે. ત્યાં ૬૦૦ જેટલા ભારતીયો રોજગાર અથવા વેપાર માટે સ્થાયી થયા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બે સમુદાયો વચ્ચે ઘર્ષણ અને તણાવની સ્થિતિનું નિર્માણ થતાં ભારતીયો અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યાં હતાં. ૧૫મી જુલાઈએ ભારતના રાજ્ય વિદેશ પ્રધાન વી. કે. સિંહલડાકુ હવાઈ જહાજમાં સાઉથ સુદાનની રાજધાની જૂઆ ખાતે પહોંચી ગયા હતા. જ્યાંથી ૧૫૬ ભારતીયોને સંકટ મોચન ઓપરેશનના નેજા હેઠળ એરલિફ્ટ કરી દિલ્હી લાવવામાં આવ્યા હતા. આ ૧૫૬માંથી ૧૨ ગુજરાતના છે. જેમાં વડોદરા, જામનગર, વાપરી, અમદાવાદ, જૂનાગઢ અને સંખેડાના યુવકોનો સમાવેશ થાય છે. દરમિયાન સાઉથ સુદાનમાં ફસાયેલા ગુજરાતના ત્રણ યુવકો વડોદરા એરપોર્ટ પર ઉતર્યા હતા.


