દમણ ૩ સંઘ પ્રદેશોનું વડુમથક

Tuesday 28th January 2020 05:57 EST
 

દમણઃ સંઘ પ્રદેશો દાનહ, દમણ અને દીવ પ્રશાસનના એકીકરણ બાદ તેના મુખ્ય મથકને લઈને ચાલતી અટકળોનો તાજેતરમાં અંત આવ્યો છે. સરકારના નિર્ણય મુજબ આ ત્રણેય પ્રદેશોનું મુખ્ય મથક હવે દમણ રહેશે. વર્ષ ૨૦૧૮ના નવે. ડિસેમ્બર માસમાં લોકસભા તથા રાજ્યસભામાં દમણ, દીવ તથા દાનહના પ્રસાશનના વિલિનીકરણ અંગે બિલ પસાર થયું હતું. જે બાદ છેલ્લાં ઘણા સમયથી સંઘપ્રદેશોનું મુખ્ય મથક કયું રહેશે તે અંગે પણ રજૂઆતો અને અટકળોનો દોર ચાલ્યો હતો. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter