ગાંધીનગરઃ વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીના પડઘમ વચ્ચે ભાજપે અગ્રણી દલિત નેતા ઇશ્વર મકવાણાને કેસરિયો ખેસ પહેરાવી દીધો છે. કોંગ્રેસના એક સમયનાં પશ્ચિમ લોકસભા બેઠકના ઉમેદવાર અને શિડ્યુલ કાસ્ટ સેલના પ્રમુખ ઇશ્વરભાઈ મકવાણાએ સોમવારે ભાજપના પ્રદેશ કાર્યાલયે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.

