બહુચરાજીઃ વિજયાદશમીએ બહુચર માતાજીની પાલખી શમીવૃક્ષ પૂજન માટે બેચર ગામમાં નીકળી હતી. બહુચર માતાજીને રૂ. ૩૦૦ કરોડના ‘નવલખા હાર’નો શણગાર કરાયો હતો. વડોદરાના રાજવી શ્રીમંત માનાજીરાવ ગાયકવાડ જ્યારે કડી પ્રાંતના સુબા હતા ત્યારે તેમને પાઠાનું અસાધ્ય દર્દ હતું. તે માતાજીની બાધાથી મટી ગયા બાદ તેમની રાજા બનવાની મનોકામના પણ પૂર્ણ થતાં તેમણે સંવત ૧૮૩૯માં ભવ્ય મંદિર બંધાવી માતાજીને નવલખો હાર અર્પણ કર્યો હતો તે દર દશેરાએ માતાજીને પહેરાવાય છે. ૧૫૦થી વધુ ડાયમંડ હારમાં જડેલા છે. આ હારને વહીવટદારની ખાસ કસ્ટડીમાં રહે છે.


