ગાંધીનગરઃ દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જોકે તેમને હળવા લક્ષણો છે. હાલમાં વિધાસનભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. ભાજપના આ ધારાસભ્યે ગુરુવારે ગૃહમાં ચાલતી ચર્ચામાં ભાગ લીધો હતો. ગૃહમાં બેસતા ધારાસભ્યને કોરોના થતા હવે વિધાનસભા સંકુલમાં કોવિડ ૧૯ની ગાઈડલાઈન, પ્રવેશ પ્રક્રિયા સહિતના નિયમોના ચુસ્ત અમલ કરાવવવા આદેશ આપવામાં આવ્યો છે.


