અમદાવાદઃ વિસ્તારાની ફ્લાઈટ ૧૫૦ પેસેન્જરો અને ૮ ક્રૂ મેમ્બર સાથે ૩૦મી માર્ચે રાત્રે ૮.૩૫ વાગે દિલ્હી જવા રવાના થઈ હતી. લગભગ દસ મિનિટ બાદ ફ્લાઇટના જમણી સાઈડના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાયા બાદ એન્જિન બંધ થઇ ગયું હતું. પાયલોટે અમદાવાદ એરપોર્ટના એટીસી અધિકારીઓનો સંપર્ક કરી ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ કરવાની મંજૂરી માગી હતી. રાત્રે લગભગ ૯ વાગે વિમાનનું એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ થયું હતું. ત્યારબાદ તમામ ૧૫૦ પેસેન્જરોને એરાઈવલ એરિયામાં પરત લવાયા અને ફ્લાઇટને ગ્રાઉન્ડ કરી દેવાઈ હતી. એરપોર્ટ અધિકારીએ જણાવ્યું કે, પેસેન્જર્સને ભોજન આપી સાથે એરલાઇન્સે બીજા વિમાનની વ્યવસ્થા કરી રાત્રે ૧૨.૧૫ વાગે દિલ્હી મોકલવામાં આવશે. તેવી જાહેરાત કરવામાં આવી હતી.


