દિલ્હીઃ રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીના પ્રમુખ તરીકે ગુજરાતી સાહિત્યકાર ડો. બળવંત જાનીએ ઉમેદવારી નોંધાવી છે. ૧૯૫૪માં સ્થપાયેલી રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સંચાલિત ઓટોનોમસ સંસ્થા છે. આ અકાદમી ૨૨ ભારતીય ભાષાઓમાં પુસ્તકો પ્રકાશિત કરે છે અને અનુવાદ, સંશોધન અને સેમીનાર વગેરે રાષ્ટ્રભરમાં આયોજિત કરે છે. આ ઉપરાંત આ અકાદમી ચાર ઇનામો આપે છે જેમાં મુખ્ય અકાદમી પુરસ્કાર, બાળ સાહિત્ય પુરસ્કાર, અનુવાદ પુરસ્કાર અને યુવા પુરસ્કારનો સમાવેશ થાય છે.