દિલ્હીમાં શાહ-પટેલની મુલાકાત

Friday 02nd August 2024 05:14 EDT
 
 

ગુજરાતમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગમેત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે ચર્ચા વચ્ચે કૃષિમંત્રી રાઘવજી પટેલે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. નવા મંત્રી લેવાની સાથે મુખ્યમંત્રી પોતાના કેટલાક વર્તમાન સાથીઓને પડતાં મૂકી શકે છે. થોડા સમય પહેલાં બ્રેઇન સ્ટ્રોક આવવાને કારણે રાઘવજી પથારીવશ હતા, પરંતુ સ્વસ્થતા કેળવી તેઓ રાબેતા મુજબ ફરીથી કાર્યરત થઈ ગયા છે. જોકે હજુ સુધી વિસ્તરણને લઈને ભાજપ સંગઠન કે સરકાર વતી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter