રાજકોટઃ દિવ્યાંગ યુવાન સૌરભ ગઢવીને એક હાથ નથી છતાં તબલા વગાડવામાં ઉત્સાદ છે. સૌરભ તબલા ઉપરાંત ડ્રમ પણ સારી રીતે વગાડી શકે છે. સૌરભ તબલા કે ડ્રમ વગાડતો હોય ત્યારે લોકોને પણ મંત્રમુગ્ધ કરી દે છે. સૌરભનો તબલા વગાડતો વીડિયો બોલિવૂડ ગાયક સોનુ નિગમે પોતાની સોશિયલ સાઇટ્સ પર શેર કર્યો છે. તેમજ પોસ્ટ લખી છે કે ઉત્કૃષ્ટ, શુદ્ધતા, કાબુ કરવાની ઇચ્છા, ગૌરવ, વિશ્વાસ અને પ્રેક્ટિસ એક વીડિયોમાં બધું. મારી સાથે આ શેર કરવા બદલ શાલિન ગાંધીનો આભાર અને તલત અઝીઝજી તમારો પણ આભાર.