દુબઈમાં જયેશ દેસાઈએ હવાલાથી રૂ. ૪૯ કરોડની પ્રોપર્ટી પણ ખરીદી

Wednesday 29th August 2018 08:09 EDT
 

અમદાવાદઃ અફરોઝ ફટ્ટાને રૂ. ૫,૬૦૦ કરોડના ખોટા બિલો બનાવી આપી યુએઈમાં પોતાની કંપની શરૂ કરીને કરોડોના હવાલા રેકેટમાં સંડોવાયેલા આરોપી જયેશ દેસાઈની રૂ. ૪૯ કરોડની પ્રોપર્ટી દુબઈમાં ખરીદીના દસ્તાવેજો ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને  મળ્યાં છે. આ ઉપરાંત ઈડીની તપાસમાં જયેશ દેસાઈની દુબઈમાં આવેલી કંપનીમાં ૨૩ લાખ યુએસ ડોલર હવાલાથી મોકલ્યા હોવાના પુરાવા મળી આવ્યા છે. જયેશ દેસાઈના પાંચ દિવસના રિમાન્ડ પૂરાં થતાં ૨૩મી ઓગસ્ટે ગ્રામ્ય કોર્ટે આરોપી જયેશ દેસાઈને વધુ ચાર દિવસના રિમાન્ડ આપ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter