દેત્રોજાની રૂ. સો કરોડની બેનામી મિલકત પરથી પડદો ઊઠ્યો

Wednesday 16th May 2018 06:48 EDT
 
 

અમદાવાદઃ જીએલડીસીના એમડી કનૈયાલાલ દેત્રોજાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં તેણે રૂ. ૧૦૦ કરોડથી પણ વધારે મિલકતો વસાવી હોવાનું બહાર આવ્યું છે. દેત્રોજાની ૧૨ મિલકતોમાં પેટ્રોલપંપ, લકઝુરીયસ બંગલાઓ, ફાર્મહાઉસ, જમીનો, મોંઘીદાટ લકઝુરિયસ કારો તેમજ બેંક લોકરો પણ એન્ટિ કરપ્શન બ્યુરો ટીમે સીઝ કર્યા છે. તેની પત્નીના બેન્કના ખાતામાંથી ૧ કરોડ રૂપિયાની હેરાફારી થઈ હોવાના પુરાવા મળ્યા છે.
દેત્રોજા તપાસમાં સહકાર આપતો નહોતો પરંતુ આ મિલકતોની વિગતો તેના મોબાઈલમાં હતી. જેના કારણે આખો ભાંડો ફૂટ્યો હતો. પોલીસ તમામ મિલકતોની વેલ્યુએશન કઢાવવાની શરૂઆત કરી દીધી છે. આ ઉપરાંત સોનાના દાગીના તેમજ ોકરોડો રૂપિયા રોકડ મળે તેવી સંભાવના હોવાનો દાવો એસીબીએ કર્યો છે. નજીકના દિવસોમાં એસીબી આ કેસમાં મોટા ધડાકો કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.
દેત્રોજા પાસેથી શું મળ્યું?
અમદાવાદ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને મહેસાણા જેવા રાજ્યના અનેક શહેરો અને જિલ્લાઓમાં લકઝુરિયસ બંગલાઓ, કમર્શિયલ દુકાનો, પેટ્રોલ પંપ, ફાર્મહાઉસ, હોટલ, ફલેટ, ખેતીની જમીનો વિગેરે સ્થાવર મિલકતમાં નામી અને બેનામી મોટું રોકાણના દસ્તાવેજી પુરાવા. આ ઉપરાંત દેત્રોજા તથા તેની પત્ની દર્શનાના નામે અલગ અલગ બેંકોનાં એકાઉન્ટમાં પણ મોટા ટ્રાન્જેક્શન્સ મળી આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter