દેલાડાના યુવકના પેટમાંથી સ્ટીલનો ગ્લાસ નિકળ્યો

Wednesday 05th February 2020 05:27 EST
 

સુરતઃ ઓલપાડના દેલાડના યુવકને શૌચમાં તકલીફ અને પેટમાં દુખાવો થતાં તાજેતરમાં હોસ્પિટલમાં લઇ ગયા હતા. ડોક્ટરે એક્સ રે કઢાવી તપાસ કરતા પેટમાં સ્ટીલનો ગ્લાસ હતો. પ્રાથમિક સારવારમાં ગ્લાસને કાઢવાની કોશિશ નિષ્ફળ રહી હતી, છેવટે ઓપરેશન કરી બહાર કાઢયો હતો. સાયણની હોસ્પિટલમાં દાખલ થયેલા બિહારના અને દેલાડના માધવ એસ્ટેટમાં રહેતા ભીમ જગન્નાથ શાહ (ઉં ૨૯)ના કહેવા મુજબ તેને ૩૧મી જાન્યુઆરીએ મોડી રાત્રે પેટમાં અચાનક દુખાવો થતાં તેના ભાઈ અને મિત્રો હોસ્પિટલ લાવ્યા હતા.સિટી સ્કેન કરાવતા રિપોર્ટમાં પેટના ભાગે સ્ટીલનો પદાર્થ હોવાનું નોધાયું હતું. જેમાં ફરીથી ડોક્ટરે એક્ષરે કરાવતા પેટમાં સ્ટીલનો મોટો ગ્લાસ હોવાનું જોવા મળ્યું હતું. ડોક્ટરે બીજી વખત એક્સ રે કઢાવતા ચોક્કસ થયું કે પેટમાં ગ્લાસ છે. જેથી પેટનું ઓપરેશન કરીને ગ્લાસ કાઢવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter