વડોદરાઃ ભારતમાં લીગો (લેસર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ વેવ ઓબ્ઝર્વેટરી)ની લેબ શરૂ કરવાના આયોજનની વિચારણા ભારતમાં વૈજ્ઞાનિક ક્ષેત્રે થઈ છે. ભારતનો અત્યાર સુધીનો આ સૌથી મોટો વૈજ્ઞાનિક પ્રોજેક્ટ આગામી વર્ષ ૨૦૨૪ સુધીમાં કાર્યાન્વિત થઈ જશે. તે માટે અંદાજે ૧૨૦૦થી ૧૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે, તેમ મૂળ વડોદરાના અને હાલમાં અમેરિકાની ર્જ્યોજિયા ટેક્નોલોજી યુનિર્વિસટીના એસ્ટ્રોફિઝિસિસ્ટ અને લીગોના યુવા સાયન્ટિસ્ટ કરણ જાનીએ જણાવ્યું હતું. હાલ આ ક્ષેત્રે સંશોધન માટે યુવા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન અને તાલીમ આપવા તેઓ ભારતની ટૂંકી મુલાકાતે આવ્યા છે.
૧૨૦૦થી ૧૫૦૦ કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ ધરાવતા આ પ્રોજેક્ટનું સંચાલન ઈન્દોરનું રાજા રામમોહનરાય સેન્ટર ફોર એડવાન્સ ટેક્નોલોજી કરશે.

