અમદાવાદઃ ભારતમાં ગુજરાત સહિત ઘણી જગ્યાએ પ્લાસ્ટીક પર આંશિક, ક્યાંક પૂર્ણ પ્રતિબંધ આવ્યો છે. પર્યાવરણ વેબસાઈટ ‘ડાઉન ટુ અર્થ’ના પર ‘પ્લાસ્ટઈન્ડિયા ફાઉન્ડેશન’ના આંકડાના આધારે બનાવેલા અહેવાલમાં જણાવ્યું હતું કે, ભારતમાં ૧૬ લાખ ટન પ્લાસ્ટિક વેસ્ટ પેદા થાય છે. તેમાંથી ૫૦ ટકા પ્લાસ્ટિક વેસ્ટ મહારાષ્ટ્ર અને ગુજરાતનો હોય છે. ગુજરાત-મહારાષ્ટ્ર બન્ને ઔદ્યોગિક રાજ્ય તરીકેની ઓળખ ધરાવે છે અને કદાચ એટલે જ વર્ષે ૮ લાખ ટન પ્લાસ્ટિક કચરો આ બન્ને રાજ્ય દ્વારા પેદા થાય છે.