ગાંધીનગરઃ ગુજરાતના પ્રાકૃતિક, સાંસ્કૃતિક અ્ને ઐતિહાસિક સૌંદર્ય સિનેજગતને વધુ સમૃદ્ધ બનાવશે અને સિનેમા પ્રવૃત્તિના વિકાસ દ્વારા પ્રવાસન પ્રવત્તિને વેગ મળશે તેવું ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં 'સિનેમેટિક યુરિઝમ-ધ વે ફોરવર્ડ' સેમિનારનું ઉદ્દઘાટન કરતાં રાજ્યપાલ ઓ. પી. કોહલીએ જણાવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠોરે દેશમાં ૨૦ હજાર ટોકિઝની જરૂર હોવાથી ફિલ્મ ઉદ્યોગને વિકસવાની પૂરી તક ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં હોવાનો જણાવ્યું હતું.
પ્રસંગે વિખ્યાત કલાકારો પરેશ રાવલ, સુનિલ શેટ્ટી, ડીનો મારિયા, મનોજ જોષી, નરેશ અને હિતુ કનોડિયા, ડિરેકટર કેતન મહેતા, અબ્બાસ મસ્તાન અને શ્રવણ રાઠોડ સહિત અન્ય જાણીતા સ્ટાર્સ હાજર હતા.


