અમદાવાદ: મહાત્મા ગાંધીજીના દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂબંધી એ માત્ર કાગળ પર જ છે તે વાત જગજાહેર છે. ગુજરાતમાં હવે દેશી દારૂની પોટલીની જગ્યાએ એફએસએસઆઈ માર્કાના સ્ટાન્ડર્ડ વિદેશી દારૂના પાઉચનું પણ ધૂમ વેચાણ શરૂ થયું છે. ચોકલેટ અને બિસ્કિટની આડમાં બેંગ્લુરુની કંપનીનો દારૂ પધરાવાઈ રહ્યો છે. સામાન્ય રીતે દારૂની પોટલી એક મહિના સુધી ચાલે તેમ હોય છે, પરંતુ દારૂના પાઉચની એક્સપાયરી ડેટ છ મહિના હોય છે. પોલીસની રહેમનજર હેઠળ ગુજરાતમાં હવે આ નવો કારોબાર શરૂ થયાનું કહેવાય છે.
બેંગ્લુરુથી ચોકલેટ અને બિસ્કીટના પેકિંગમાં વ્હિસ્કીના પાઉચના કાર્ટનો દરરોજ ઘૂસાડવામાં આવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. રૂ. ૩૫માં મળતા વ્હિસ્કીના પાઉચ બજારમાં રૂ. ૫૦માં વેચાઈ રહ્યા છે.

