ધાનાણી વિપક્ષી નેતા બનતાં કુંવરજી બાવળિયા નારાજ

Wednesday 10th January 2018 07:05 EST
 
 

અમદાવાદઃ વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીના નામની જાહેરાત થતાં કોંગ્રેસમાં ભડકો થયો છે. કુંવરજી બાવળિયાએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, આ નિર્ણયના કારણે પાર્ટીમાં અસંતોષ ફેલાશે. આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં આ નિર્ણય ભારે પડશે. વિરોધપક્ષના નેતા તરીકે બાવળિયાએ પણ દાવેદારી કરી હતી. ધાનાણીના નામની જાહેરાત થતાં જ રાજકોટમાં કુંવરજી બાવળિયાએ નારાજગી વ્યક્ત કરી હોવાની વાત પક્ષના ટોચના નેતાઓને પણ જાણવા મળી હોવાનું કહેવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter