ગુજરાતમાં ચૂંટણી માથે મંડરાઇ રહી છે ત્યારે જૂનાગઢની વિસાવદર બેઠકના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને સ્થાનિક અગ્રણીઓ સાથે ભાજપમાં જોડાયા છે. પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રીબડિયા અને એમની ટીમના આગેવાનોને ભાજપનો ખેસ તથા ટોપી પહેરાવી આવકાર્યા હતા. રીબડિયાના આગમનથી ભાજપને જૂનાગઢ જિલ્લાના માણાવદર પછી વિસાવદર, ભેંસાણ તેમજ અમરેલી જિલ્લા પર વર્ચસ જમાવવામાં મદદ મળશે.


