ધારાસભ્યોનાં પગાર-ભથ્થાં વધ્યાઃ પ્રજાને વલખાં, નેતાઓને બખ્ખાં

Wednesday 26th September 2018 06:51 EDT
 

અમદાવાદઃ રાજ્ય સરકારે દલાતરવાડી લુંટાવી હોય તેમ મુખ્ય પ્રધાન, પ્રધાનો અને તમામ ધારાસભ્યોના પગારમાં ૨૫ ટકાનો તગડો વધારો કર્યો છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં ૧૯મી સપ્ટેમ્બરે ધારાસભ્યોના પગારમાં સુધારો કરતું વિધેયક દોઢ કલાકમાં જ સર્વસંમતિથી પસાર કરાયું હતું. અત્યાર સુધી ધારાસભ્યોને મહિને રૂ. ૭૦,૭૨૭ના પગાર-ભથ્થાં મળતાં હતાં તેને બદલે હવે રૂ. ૧,૧૬,૩૧૬નો તગડો પગાર મળશે, જ્યારે મુખ્ય પ્રધાન, વિરોધ પક્ષના નેતા, પ્રધાનો, વિધાનસભા અધ્યક્ષ, દંડક સહિતના પદાધિકારીઓને ધારાસભ્યો કરતાં વધારે એટલે કે રૂ. ૧.૩૨ લાખનો તગડો પગાર મળશે. આ નિર્ણયને પગલે ગુજરાતની જનતાનાં માથે વર્ષે વધારાનો રૂ. ૧૦.૫૨ કરોડનો બોજો પડશે. આ પગારવધારો ધારાસભ્યોએ શપથ લીધા ત્યારથી એટલે કે ડિસેમ્બર ૨૦૧૭થી મળવાનો છે
એટલે એરિયર્સ પેટે રૂ. ૬.૫૦ કરોડની જંગી રકમનો બોજો પડવાનો છે. ધારાસભ્યોને છેલ્લે વર્ષ ૨૦૦૫માં પગારવધારો અપાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter