ધો. ૧૨ સાયન્સનું ૭ વર્ષનું સૌથી નીચું ૭૧.૯૦ ટકા રિઝલ્ટ

Tuesday 14th May 2019 08:39 EDT
 

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવમીએ ધો. ૧૨ સાયન્સનું ૭૧.૯૦ ટકા પરિણામ જાહેર થયું છે. આ રિઝલ્ટ ગત વર્ષની સરખામણીમાં ૧.૦૯ ટકા નીચું છે. ધો. ૧૨ સાયન્સના છેલ્લા સાત વર્ષના પરિણામમાં આ વખતે સૌથી ઓછું પરિણામ આવ્યું છે. સાયન્સ સ્ટ્રીમમાં સેમેસ્ટર સિસ્ટમ રદ થયા બાદ બીજી વખત વાર્ષિક પદ્ધતિ હેઠળ યોજાયેલી પરીક્ષાનું પરિણામ નીચું આવતા શિક્ષણ વિભાગે પરિણામની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. સૌથી વધુ પરિણામ રાજકોટ જિલ્લાનું ૮૪.૪૭ ટકા અને સૌથી ઓછું પરિણામ છોટા ઉદેપુર જિલ્લાનું ૨૯.૮૧ ટકા આવ્યું છે. આ વખતે એ-૧ ગ્રેડમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. ગત વર્ષની સરખામણીમાં આ વખતે ૧૧૮ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડમાં વધુ પાસ થયા છે. રાજ્યમાં કુલ ૧૩૯ કેન્દ્ર પરથી ધો.૧૨ સાયન્સની પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષામાં ૧૪૬૮૦૮ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter