નર્મદા ડેમમાં આગામી ઉનાળે ૧.૧૭ લાખ કરોડ લીટર પાણીની ઘટ

Wednesday 12th December 2018 05:40 EST
 

ગાંધીનગર: રાજ્યમાં સતત બીજા વર્ષે પણ નર્મદાના અપૂરતા પાણીને પગલે પાણીની તીવ્ર અછત સર્જાવાના એંધાણ છે. રાજ્યની જરૂરિયાત સામે નર્મદાનું ગુજરાતના ફાળે આવેલું ૬.૮૦ એમએએફ એટલે કે આશરે ૮ લાખ ૩૮ હજાર ૭૬૭ લીટર પૂરતું નથી. જેના પગલે જૂન સુધીમાં ૧.૧૭ એમએએફ પાણીની ઘટ પડશે. રવિ સિઝન માટે ૪ એમએએફ પાણી અને તેની સાથે જ સૌરાષ્ટ્રના ડેમોમાં પીવાનું પાણી ભરવા માટે છોડવાને કારણે ફેબ્રુઆરીમાં જ નર્મદા ડેમનું તળિયું દેખાશે તેવું સરકારી સૂત્રોનું કહેવું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter