અમદાવાદઃ સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ પાસેથી ૧૭૬ બિટકોઇન પડાવી લેવામાં ભાગબટાઇ કરનાર પુર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ પણ રૂ. ૬૬ લાખ લીધા હોવાનું સીઆઇડી ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે. બીજી તરફ નલિન કોટડિયાએ નવમી મેએ સીઆઇડી ક્રાઇમને પત્ર લખી બિલ્ડર શૈલેષ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી સાથે ચીમકી ઉચ્ચારી છે કે, બિલ્ડર શૈલેષ ભટ્ટ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો પરિવાર સાથે ઉપવાસ પર ઉતરશે.
ઉપરાંત કોટડિયાએ કેટલોક સમય પોતાની ધરપકડ ન કરવા માટે પણ સીઆઇડીને રજૂઆત કરી છે. સીઆઇડી ક્રાઇમે ધારીના ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા અને સસપેન્ડેડ અમરેલીના એસ. પી. જગદીશ પટેલના વહીવટદારને શોધવા માટે ત્રણ ટીમો બનાવી છે.


