નલિયા સેક્સકાંડ મુદ્દે કોંગ્રેસનો વિધાનસભાની અંદર-બહાર દેખાવ

Wednesday 22nd February 2017 06:27 EST
 
 

ગાંધીનગરઃ યુવતીઓને છેતરીને વેશ્યાવૃત્તિ તરફ ધકેલતા હોવાના ભાજપના રાજકીય અગ્રણીઓ પર દુષ્કર્મ પીડિતાએ લગાવેલા આરોપના લીધે ચર્ચામાં આવેલા નલિયા સેક્સકાંડના મુદ્દે સોમવારે ગુજરાતની ૧૩મી વિધાનસભાના બજેટ સત્રની તોફાની શરૂઆત થઈ. કોંગ્રેસી ધારાસભ્યો અને કાર્યકર્તાઓએ સરકારને વિધાનસભાની અંદર અને બહાર ઘેરી હતી. કોંગ્રેસી ધારાસભ્યોએ કાળાં કપડાંમાં રાજ્યપાલના સંબોધનની સાથે ગૃહમાં ભાજપવિરોધી સૂત્રો પોકાર્યાં હતાં.
એક તરફ રાજ્યપાલનું પ્રવચન ચાલતું હતું ત્યારે કોંગ્રેસીઓ સૂત્રોચ્ચાર કરતાં રાજ્યપાલ સમક્ષ આવ્યા જેથી રાજ્યપાલે પ્રવચન ટુંકાવું પડ્યું હતું. કોંગ્રેસી ધારાસભ્યો વિરોધ કરવા ત્રણ વખત ધસી ગયા હતા.
કોંગીઓના વિરોધ સામે સરકાર તરફથી પ્રદીપસિંહ જાડેજાએ વિરોધ નોંધાવ્યો તેથી સ્પીકર રમણલાલ વોરાએ કોંગ્રેસી ધારાસભ્યોને આખા દિવસ માટે બહાર કરાયા હતા. અગાઉ કોંગ્રેસની નલિયાથી ગાંધીનગરની યાત્રામાં પણ સ્ત્રી કોંગી કાર્યકરોના ઉગ્ર દેખાવના પગલે રાજ્ય મહિલા પોલીસે આકરું વલણ અપનાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter