મુંબઈઃ ચેન્નઈ પાસેના વેલ્લુરમાં ૩૦મી જાન્યુઆરીએ વિહાર કરતી વખતે પાલખીમાંથી પડી ગયા બાદ ગંભીર રીતે ઘવાઈને કાળધર્મ પામેલા શ્વેતામ્બર સંપ્રદાયના આચાર્ય નવરત્ન સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબના અંતિમસંસ્કાર રવિવારે મધ્ય પ્રદેશના ભોપાવર મહાતીર્થ ખાતે કરાયા હતા. તેમની અંતિમવિધિમાં ભોપાવર તીર્થના જિર્ણોદ્ધાર માટે અંદાજે રૂ. પાંચ કરોડની બોલી બોલાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
આચાર્ય નવરત્ન સાગર સૂરીશ્વરજીનું સપનું હતું કે તેમના અંતિમ સંસ્કાર ભોપાવર મુકામે જ કરવામાં આવે. એમની આ ભાવનાને ધ્યાનમાં રાખીને અનુયાયીઓ એમના પાર્થિક દેહને ભોપાવર લઈ આવ્યા હતા.

