અમદાવાદઃ ભારતીય ટ્રાયબલ પાર્ટીના વડા છોટુ વસાવાએ અસદુદ્દીન ઓવૈસી સાથે હાથ મિલાવીને ચૂંટણી લડવાનું એલાન કરતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓવૈસીની એન્ટ્રી થઇ શકે છે. ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇતિહાદ એ મુસલમિન (એઆઇએમઆઇએમ) સાથે ભારતીય ટ્રાયબલ પાર્ટી ગઠબંધન કરવા જઇ રહી છે. ભારતીય ટ્રાયબલ પાર્ટીના વડા અને ધારાસભ્ય છોટુ વસાવાએ જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં ઓવૈસીના પક્ષે સારો દેખાવ કર્યો છે. બીટીપી અને એઆઇએમઆઇએમ સાથે મળીને ચૂંટણી લડશે. એટલું જ નહીં, ભાજપ-કોંગ્રેસને હરાવીશું.