નવો મ્યૂટન્ટ વધુ ઘાતક, ત્રીજા દિવસે જ વાઇરસ ફેફસાંમાં પહોંચી જાય છે

Thursday 08th April 2021 04:57 EDT
 
 

અમદાવાદઃ અમદાવાદ, સુરત સહિત રાજ્યમાં ફરી એક વાર કોરોના બ્લાસ્ટ થયો છે, નવા મ્યુટન્ટ અંગેના અભ્યાસ બાદ એવી બાબતો સામે આવી છે કે, પહેલાં જે કોરોના હતો તે સાત-આઠ દિવસ સુધી ગળા અને નાકના ભાગમાં રહેતો હતો અને એ પછી ફેફસાં સુધી પહોંચતાં ન્યુમોનિયા થતો હતો. જોકે નવા મ્યુટન્ટમાં એટલે કે કોરોનાએ જે નવું સ્વરૂપ ધારણ કર્યું છે તેમાં કોરોના વાયરસ જે તે દર્દીના ફેફસાં સુધી ત્રીજા દિવસે જ પહોંચી જાય છે અને ન્યુમોનિયા ડેવલપ થાય છે, આ સ્થિતિમાં ગંભીર પ્રકારના કેસો વધવાની સાથે જોખમ વધ્યું છે, તેમ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઈએમએ)ની ગુજરાત બ્રાંચના પૂર્વ પ્રમુખ ડો. ચંદ્રેશ જરદોશે જણાવ્યું હતું.
આઈએમએ સાથે સંકળાયેલા તબીબો કહે છે કે, કોરોનાના નવા સ્વરૂપે જોખમ વધાર્યું છે. કોરોનાના નવા લક્ષણોમાં ઝાડા ઉલટી આંખોમાં બળતરાના કિસ્સા પણ સામે આવ્યા છે, બાળકો અને મહિલાઓમાં પણ ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જે જોખમી અન ઘાતક બાબત છે. નવા મ્યુટન્ટની નવી ખૂબીએ ચિંતામાં વધારો કર્યો છે. આપણે ત્યાં વધુમાં વધુ લોકોનું ઝડપી વેક્સિનેશન થાય તો હર્ડ ઈમ્યુનિટી ડેવલપ થઈ શકે તેમ છે, એ પછીયે વાયરસ નવા સ્વરૂપ ધારણ કરે એ ત્યારની વાત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter