નહેરુ મેમોરિયલ મ્યુઝિયમમાં કુલ પાંચ ગુજરાતી સભ્ય

Wednesday 13th November 2019 05:27 EST
 

અમદાવાદઃ કેન્દ્ર સરકારે નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટીની તાજેતરમાં પુનઃરચના કરી છે. તેમાં ગુજરાતના ત્રણ અગ્રણીઓની સભ્યો તરીકે વરણી થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને પણ આ સભ્યોમાં ગણીએ તો ગુજરાતી સભ્યોની સંખ્યા કુલ પાંચ થાય છે. નવી દિલ્હીમાં આવેલા નહેરુ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટીની મિનિસ્ટ્રી ઓફ કલ્ચરલ દ્વારા પુનઃ રચના કરાઈ છે.

છઠ્ઠી નવેમ્બરે અંડર સેક્રેટરી દ્વારા જારી પરિપત્રમાં કુલ ૨૮ સભ્યોની નિમણૂકની ઘોષણા થઈ હતી. સોસાયટીના પ્રમુખ તરીકે વડા પ્રધાન મોદી, ઉપપ્રમુખ તરીકે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ રહેશે. સભ્યોમાં અમિત શાહ સહિત કેન્દ્રીય પ્રધાનોનો સમાવેશ કરાયો છે. કેન્દ્રએ આ સિવાય ગુજરાતના ત્રણ અગ્રણીઓને સોસાયટીમાં મેમ્બર તરીકે નિયુક્ત કર્યાં છે. જેમાં શિક્ષણ ક્ષેત્રેથી સૌરાષ્ટ્ર યુનિ. અને ટીચર્સ યુનિ.માં બબ્બે વખત કુલપતિપદે રહી ચૂકેલા ડો. કમલેશ જોષીપુરા, સંશોધન ક્ષેત્રમાંથી જાણીતા ઇતિહાસના સંશોધનકાર રિઝવાન કાદરી અને લેખનના ક્ષેત્રમાંથી લેખક કિશોર મકવાણાનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter